Breaking News: મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો ડૂબ્યાં, 40 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2022-10-30 20:37:19


મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પર 500 જેટલા લોકો હતા, સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે. અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી ચુક્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોને બે લાખની તથા ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.



ઓરેવા ગ્રુપે બનાવ્યો હતો ઝૂલતો બ્રિજ


મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજને પ્રખ્યાત ઉદ્યોગ ગૃહ ઓરેવા ગ્રુપે તૈયાર કર્યો હતો.  ઓરેવા ગ્રુપના MDએ બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતા બ્રિજ ખુલ્લો મુક્યો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. આ ઝૂલતા બ્રિજનું રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ 6 મહિના માટે સમારકામ બાદ ખુલ્લો મૂકાયો હતો. લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?