ગુજરાતમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે... એક તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સુરત લોકસભા બેઠક ગઈકાલથી ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અનેક આંદોલનો પણ કર્યા. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો તો ભાજપ પોતાની માગ પર... ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માગી ત્યારે ગઈકાલે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે...
વિવાદને શાંત કરવા માટે ભાજપે કર્યા અનેક પ્રયત્નો
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.. 7 તારીખે ગુજરાતમાં લોકસભા ચૂંટણી થવાની છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ અનેક વખત નેતા દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે વિવાદ ઉભો થઈ જતો હોય છે... પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજની માફી અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માગી. વિવાદને શાંત કરવા માટે અનેક વખત ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી.. બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહી.. સી.આર.પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી..
પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી આ અપીલ
ત્યારે ક્ષત્રિય સમાજની માફી ફરી એક વાર પરષોત્તમ રૂપાલાએ માગી છે.. પરષોત્તમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા જ્યાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંચ પરથી પરષોત્તમ રૂપાલાએ ભાષણ આપ્યું અને ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. પોતાના ભાષણ દરમિયાન પરષોત્તમ રૂપાલાઅ જય શિવાજી, જય ભવાનીના નારા પણ લગાવ્યા હતા અને ક્ષત્રિય સમાજને અપીલ પણ કરી હતી... અપીલ કરતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે મોદીના હાથ મજબૂત બનાવો નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની-મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ કરી હતી.
વિવાદને ડામવા માટે ભાજપે તેજ કરી કવાયત!
મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. બે નેતાઓ દ્વારા ઉપરાઉપરી બંધબારણે આગેવાનો સાથે બેઠકો કરવામાં આવી રહી છે.. તો બીજી તરફ એવા પણ દ્રશ્યો આવ્યા જ્યાં આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદનું શું પરિણામ આવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે...