મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો, કોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-24 20:02:03

રાજ્ય સરકારે મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરતા મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી હતી. રાજ્યના શહેરી વિકાસ વિભાગે સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળને નગરપાલિકાના વહીવટદાર બનાવાયા હતા. મોરબીમાં  30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકારે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. 52 સભ્યોની મોરબીપાલિકાને સુપરસીડ કરતા રાજકીય ધરતીકંપ આવ્યો હતો. હવે આ મુદ્દે મોરબી નગરપાલિકાના નગર સેવકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકાર દ્વારા પાલિકાને સુપરસીડ કરવાના નિર્ણયને નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે, આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. 


સરકારી વકીલે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું


મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સરકારી વકીલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર એસ. કે. વોરાની નિમણૂક કરાઈ હતી. સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાએ તાજેતરમાં જ રાજીનામુ ધરી દીધું હતું. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામા આવી હતી. જે કેસમાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરી વકીલે રાજીનામું આપી દેતા વધુ એક વખત આ કેસ ચર્ચાનું કારણ બન્યો હતો.  એસ. કે. વોરા રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે.


મોરબી બ્રિજ દુર્ઘટના કેસ શું છે?


મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?