બ્રેકિંગ ન્યૂઝ! મોરબી નગરપાલિકા સુપરસીડ થઈ, એડમિનિસ્ટ્રેટરની કરાઇ નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-04-11 20:44:26

આખરે મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દીધી છે. નગરપાલિકાના વહીવટ માટે ખાસ એડમિનિસ્ટ્રેટર તરીકે અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 135 લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના બાદથી જ મોરબી નગરપાલિકા પર સુપરસીડની તલવાર લટકતી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.


મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો


મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, 30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી. હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું. જોકે દુર્ઘટનાને ઘણો સમય વીત્યા બાદ આજે નગરપાલિકા સુપરસીડ કર્યાના સમાચાર આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યા છે.


સરકારે માગ્યો હતો જવાબ


મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ અંગે હિલચાલ જોવા મળી રહી છે. જે અંતર્ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી? તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિતમાં જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે નોટિસનો જવાબ આપવા માટે એક સપ્તાહની મુદત આપી હતી અને જવાબ આપવા જણાવ્યું હતું. તેના જવાબમાં પાલિકા સુપરસીડ ન કરવા વિનંતી કરાઈ હતી. જોકે આ મામલે 25 સભ્યોની મોરબી  નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ સભ્યો જવાબ આપવાથી સતત બચતા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...