મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ માટે કહી આ વાત! ભાજપના નેતા સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ! સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 15:20:18

ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. રાજકીય નિષ્ણાંતો અનેક વખત એવું કહેતા જોવા મળે છે જે કહેતા હોય છે કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે. તેમા ડૂબકી લગાવવાથી નેતાઓને પાપમાંથી મુક્તિ મળે છે. અમુક અંશે વાત પણ સાચી છે, કારણ કે ભાજપમાં જોડાયા બાદ નેતાઓ પર લાગેલા ગુન્હાઓ તેમજ આરોપો રફે-દફે થઈ જતા હોય છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે. જો કે આ ઓડિયો ક્લીપ કાંતિ અમૃતિયાનો છે તે અંગેની પુષ્ટિ જમાવટ નથી કરતું.

  

ચૂંટણી સમયે ભાજપમાં ચાલતો હોય છે ભરતી મેળો 

સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. આ એ જ કાંતિ અમૃતિયા છે જેમણે મોરબી પુલ દુર્ઘટના વખતે પાણીમાં ઉતરી લોકોનો જીવ બચાવ્યો હતો! મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ એવું લાગતું હતુંકે મોરબીમાં ભાજપ માટે જીત હાંસલ કરવી મુશ્કેલ છે. પરંતુ ભાજપે કાંતિ અમૃતિયાને ઉમેદવાર જાહેર કરી જીત મેળવી લીધી હતી. એમ પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે. કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયેલા નેતાઓને સારી જવાબદારી આપવામાં આવતી હોય છે.

મોરબીના ધારાસભ્યની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ!

ભાજપમાં થતા ભરતી મેળાની વાત અહીંયા નથી કરવી. અહીંયા વાત કરવી છે એક ઓડિયો ક્લીપની જે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળીયા તાલુકાના યુવા ભાજપના ઉપ પ્રમુખ વચ્ચે થતી ટેલિફોનિક વાતચીતનો છે. વાયરલ થઈ રહેલા ઓડિયોમાં શહેરમાં થતાં ફાયરિંગ અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. ઓડિયોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા ફાયરિંગ થયું તો રાજી થયા અને ફાયરિંગ કરનારને પકડાતા નથી. બીજી ગાડી પકડે છે એ તમને ખબર છેને! કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે.  જો કે જમાવટ આ વાયરલ થયેલા ઓડિયોની પુષ્ટિ નથી કરતું.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...