ગઈકાલથી હાર્ટ એટેક ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વેક્સિન બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેવી વાતો ગઈકાલથી થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.. ત્યારે મોરબીમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે....
હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!
એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માટે માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે.. પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે.. યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.. ના માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે... યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે..
વધુ એક આશાવાદી યુવાનનું થયું મોત!
મોરબીમાં વધુ એક હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... ક્રિકેટ રમી પરત ફરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ રમેશભાઈ બાલાસરા છે અને તેમની ઉંમર 38 વર્ષની હતી.. મહત્વનું છે મોરબીથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે કાયમ માટે ઉંઘી જાય છે...