જીંદગીઓ બેરંગ હતી, પણ હોસ્પિટલને રંગ ચડાવ્યો
જ્યાં હજુ સુધી લાશો હતી, ત્યાં નવી ચાદરો ચડાવી
પીએમને આવા સમયે પણ ખુશ કરવાની ઈચ્છા કોને થઈ હશે?
શું માણસાઈથી પર હોય છે રાજનીતિ?
એક બાજુ મોરબીની દુર્ઘટના અને પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં રહીને લોકાર્પણના નામે ચૂંટણીલક્ષી ભાષણો સાંભળીને સભાન ગુજરાતી આશ્ચર્યમાં છે, જેમણે પીએમને પોતાના માન્યા એ સમજી નથી રહ્યા કે માત્ર કર્તવ્યના નામે જો તમારી શૉ મસ્ટ ગો ઓનની જેમ કામ ચાલુ જ રાખવા હતા તો પછી સરદાર સાહેબનું અપમાન કરનાર કૉંગ્રેસને ગુજરાત નહી સાંખે એવા રાજકીય ભાષણોની ક્યાં જરૂર હતી.
ક્યાં જરૂર હતી જર્જર હોસ્પિટલના રંગરોગાનની?
ક્યાં જરૂર હતી સાજ-સજાવટની?
ક્યાં જરૂર હતી આ નાટકોની?
અમે હેરાન છીએ, પરેશાન છીએ, અમારી સમજશક્તિની બહાર છે કે આવા સમયે કેવી રીતે કોઈ આટલું અસંવેદનશીલ બનીને હોસ્પિટલનું રંગરોગાન કરાવી શકે, મોરબી સિવીલ ખસ્તા હાલમાં છે, નગરપાલીકા પાસે સાધનો નથી, બધું જ સાચું પણ પીએમને બતાડવા દેખાડા કરવાના આ આઈડીયા કોણ લાવતું હશે! આ આઈડીયાઝ સ્વિકારતું પણ કોણ હશે? અને શું પ્રધાનમંત્રી ખુશ થતા હશે આનાથી?


ચૂંટણીમાં જે કરો એ પણ આવા સમયે ઉત્સવો ના હોય, ના બિનજરૂરી દેખાડા હોય. સંવેદનાની કસોટીમાં તમે નિષ્ફળ રહ્યા છો.