મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝુલતો બ્રિજ તુટી પડતા 90થી વધુ લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલ ઝૂલતો પુલ તૂટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. માત્ર 5 દિવસ પહેલા જ નૂતન વર્ષના દિવસે જ આ ખુલ્લો મુકાયેલો બ્રિજ ધરાશાઈ થતાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022
મોરબી કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમનો નંબર જાહેર
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
સેનાના જવાનો મોરબી જવા રવાના
અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે 1 સ્ટેશન ઓફિસર, 1. સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસ્ક્યુ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે.
ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના
હાલ તો તંત્ર દ્વારા બચાવ અને રાહતની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના થઈ ચૂકી છે.