મોરબી બ્રિજ દુર્ઘટના : એક જ વર્ષની અંદર ભૂલાઈ દુર્ઘટના, રાજનીતિ તો ખુબ આગળ વધી ગઈ....!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-30 14:36:09

આજે મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું .એે દુર્ઘટના એવી હતી જેને ગુજરાત ક્યારેય ભુલાવી નહીં શકે .પણ માત્ર એ જ લોકો નથી ભુલી શક્યા જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટનાનો શિકાર બન્યા, બાકી રાજનીતિ તો ખુબ આગળ વધી ગઈ છે. જ્યાં 30 ઓક્ટોબર 2022એ લાશોના ખડકલા હતા ત્યાં મહિના પછી જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો, તો એક વર્ષ પછી મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રી કોઈ ટ્વીટની પણ તસ્દી લે એ અપેક્ષીત નથી. સવાસો કરોડનો દેશ છે, દરરોજ હજારો જિંદગીઓ આમ જ કચડાઈને મરે છે, પણ આ સંવેદનશીલ દેશમાં કોઈની સંવેદનાઓ લાંબા સમય સુધી નથી દુભાતી. બરાબર એક વર્ષ પહેલા આ ઘટનાએે આપણી સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. આ ઘટનાની તીવ્રતા એટલી બધી હતી કે લોકોના એક સમયે ધબકારા અટકી ગયા હતા. માનવતામાં કંપન ઊભું થઈ ગયું હતું . આમ છતાં , બેદરકારીનો પડછાયો હજી પણ આપણી વ્યવસ્થામાંથી ગયો નથી . 


જેની પર વિતી હોય તેને જ આવી ઘટનાનું દુખ ખબર પડે..!

કોઈ પણ ઘટનાને ભૂલવામાં આપણને વાર નથી લાગતી. એ વાત આજે સાબિત થાય છે. 2019નો તક્ષશિલા કાંડ હોય કે 2022ની મોરબી દુર્ઘટના હોય જનતાથી લઈ મંત્રી કે પછી મંત્રીના અંતર્ગત તંત્ર સુધી , આપણે માત્ર 20 કે 25 દિવસ સુધી શોકમાં રહ્યા , શ્રદ્ધાંજલીના ધોધ વહ્યા હતા , આંસુની નદીયો વહી હતી પરંતુ અસરકારક પગલાંના નામે શૂન્ય . આ કલેજા કંપાવતી ઘટનાઓ ક્યારે અટકશે ? કરસનદાસ માણેકની કવિતાની પંક્તિયો છે કે '' ફૂલડાં ડૂબી જાય છે પણ પથરા તરી જાય છે '' . જેમણે  પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એને જ આ દર્દની ખરેખર  ખબર પડે છે . પરંતુ એે પણ હકીકત છે કે માણસો એે આવી ઘટના ભૂલીને આગળ વધવું પડે છે નહીં તો માનવ વિકાસ રૂંધાય જાય છે . પરંતુ તેનો મતલબ એે પણ નથી કે જનતાથી લઈ મંત્રી સુધી આપણે સૌ બેદરકાર બનીએ, આવી બીજી ઘટના ઘટવાની રાહ જોઈએ. 


કાર્યવાહી કર્યાનો આ દેખાવો હતો!

તાજેતરમાં જ કેટલાક બ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી. બ્રિજના બાંધકામકર્તાઓ અને રૂપરેખા તૈયાર કરનારાઓ sop એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું પાલન નથી કરતાં . આની કિમત પાછળથી સામાન્ય માણસે ચૂકવવી પડે છે . એટલે એક વાત તો ચોક્કસ છે કે sopના અમલીકરણમાં તંત્રએ કડકાઇ દાખવવી જ પડે. જ્યારે મોરબી દુર્ઘટના બની એના પછી તરત જ બેટદ્વારકાની ઘેંટા-બકરાની જેમ માણસોને ભરી જતી બોટ હોય કે રાજ્યના બાકીના આવા પુલ, તાત્કાલીક અસરથી બધે જ કડક અમલવારી શરૂ કરી પણ બધાને ખબર હતી કે આ બધું જ બે મહિનાનો દેખાડો છે. 


ભ્રષ્ટાચારે સમગ્ર તંત્રમાં માઝા મૂકી છે...!

ચિતાની રાખ ઠંડી પડે કે તરત જ ઘટનાનાં પડઘા પણ ડુબી જતા હોય છે.ગયા અઠવાડીયે પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને  બે માણસોના મૃત્યુ થયા. એની બુમરાણ પણ શાંત થઈ ગઈ, હવે આપણે પાછા નવી કોઈ દુર્ઘટના પર એ જ જૂના આંસુ અને પ્રશ્નો સાથે તૈયાર રહીશું. જો આપણે આવી જ રીતે બેદરકાર રહ્યા તો આવી ઘટનાઓ અટકશે નહીં . બીજું સૌથી મહત્વનું નોંધપાત્ર પરિબળ એે છે કે ભ્રષ્ટાચારે સમગ્ર તંત્રમાં માઝા મૂકી છે . જે આપણી વ્યવસ્થાને ઊધઈની જેમ કોરી ખાય છે . 


દુર્ઘટનાના બોધપાઠમાંથી આપણે નથી શીખતા...  

તંત્રને ખોખલું બનાવી દે છે અને આ ભ્રષ્ટાચારમાં કોઈનું ઉત્તરદાયિત્વ નક્કી થતું નથી કેમ કે ગમે તે ભોગે ઇલેક્શન જીતી લેવા એે આજના લોકતંત્રની સૌથી મોટી નબળાઈ પુરવાર થઈ છે . રાજનીતિ વિજ્ઞાન આને electocracy તરીકે ઓળખાવે છે . આ નવા પ્રકારનું  આપખુદ શાસન કેહવાય છે, અત્યારે વિશ્વના કેટલાય દેશો આ પ્રકારની શાસન વ્યવસ્થાના શિકાર છે . એક વસ્તુ હકીકત છે કે બ્રિજ, રોડ જેવુ આંતરમાળખું એટલે કે ઇનફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે ખૂબજ જરૂરી છે પણ માનવ જીવનના ભોગે નહીં . મોરબી , પાલનપુર કે પછી સુરતની તક્ષશીલા દુર્ઘટના હોય એે દર વખતે આપણને મહત્વના બોધપાઠ આપે છે . પરંતુ આ બોધપાઠમાંથી આપણે કેટલું શીખીએ છીએ એના પર ભવિષ્ય નિર્ભર છે . 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?