મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની દિવાળી બગડી, હાઈકોર્ટે જામીન અરજી મામલે લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-11-10 19:53:32

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીનાં એમડી અને કેસમાં આરોપી જયસુખ પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માંગણી કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. જોકે કોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી જયસુખ પટેલની દિવાળી હવે જેલમાં જ વિતશે.


હાઈકોર્ટના નિર્ણયે જયસુખ પટેલની દિવાળી બગાડી 


મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાના કારણે 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ભયાનક દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના વકીલ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, જ્યાં સુધી જયસુખ પટેલને નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન આપવામાં આવે. જો કે, આ અરજીનો મૃતકોના પરિજનોએ જોરદાર વિરોધ કર્યો હતો. અંતે હાઈકોર્ટે આ અરજીની સુનાવણી દિવાળી બાદ જ કરવાનો નિર્ણય કર્યો હતો.


શું છે સમગ્ર મામલો?


મોરબીમાં આજથી એક વર્ષ પહેલા ઝુલતા પુલ દુર્ઘટના બની હતી જેમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે. દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. ત્યારે દોષિતોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ પિડિત પરિવાર દ્વારા માંગ કરાઇ છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...