ગયા વર્ષે 30મી ઓક્ટોબરે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીમાં બનેલો ઝુલતો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. એક તરફ લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મોરબી બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આની પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જયસુખ પટેલની જામીન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.
જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
મોરબી બ્રિજ અકસ્માત મામલે મોટી અપડેટ સામે આવી છે. દિવાળી વખતે મોરબી ઝુલતા બ્રિજ સાથે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઓરેવા કંપનીના જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન અરજી પર સુનાવણી કરવા અંગે સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો.