દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે આ મામલે એક નવી અપડેટ મળી રહી છે. બ્રિજ તૂટી પડતાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિત પરિવાર સુપ્રિમ કોર્ટના શરણે ગયા છે. બ્રિજ દુર્ઘટનામાં બે ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન મળી ચૂક્યા છે. બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા માટે ટિકિટ વેચવામં આવી હતી. હાઈકોર્ટમાં તેમના જામીન અર્થે અરજી કરવામાં આવી છે અને જજ દ્વારા તેમની જામીન અરજીને મંજૂર કરવામાં આવી હતી. બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન અરજીને મંજૂર કરી છે. ત્યારે આ જામીન અરજીને સુપ્રીમ કોર્ટમાં પકડારવામાં આવી છે.
બે ક્લાર્કના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝુલતો બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી તે ઘટના આપણને સૌને યાદ છે. દિવાળીના સમયે પરિવાર સાથે ફરવા અનેક લોકો બ્રિજ પર ગયા હતા. ત્યારે અચાનક બ્રિજ તૂટી ગયો હતો અને દુખદ દુર્ઘટના સર્જાઈ હતી અને 100 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર 2 ક્લાર્કના જામીનને હાઈકોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ એ જ ક્લાર્ક છે જેમણે બ્રિજ પર જવા માટે લોકોને ટિકિટ આપી હતી. કેપેસિટી કરતા વધારે લોકો બ્રિજ પર એક સાથે હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે પીડિત પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પીડિત પરિવારોનું કહેવું છે કે આરોપીઓએ ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું છે. પોલીસ ચાર્જશીટમાં તેમનું નામ હોવા છતાંય તેમને જામીન મળ્યા છે.
પીએમ મોદીની મુલાકાતને કારણે હોસ્પિટલમાં કરાયો હતો કલર
મહત્વનું છે દુર્ઘટાનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીએમ મોદી ખુદ ગુજરાત આવ્યા હતા. પીડિત પરિવારો સાથે તેમણે મુલાકાત કરી હતી. આ બધુ હતું ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ તે સમયે હોસ્પિટલમાં રંગરોગાન કરાવવામાં આવ્યું તે યોગ્ય ન હતું. એક તરફ જ્યાં લોકોના સ્વજન દુનિયા છોડીને જઈ રહ્યા હતા, લોકોની મદદે આવવાની બદલીમાં તંત્ર પીએમ મોદીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયું હતું તે અત્યંત દુખદ અને નિંદનીય હતું. કદાચ આવા દ્રષ્યો જોઈને પીડિતા પરિવારને વધારે દુખ થયું હશે.