મોરબી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મોત 'સરકારી ચોપડે' નોંધાયા છે. જો કે હવે આ કરૂણાંતિકાને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં એક પેનલની રચના કરી આ કેસની સુનાવણી માટે તાત્કાલિક સુચના આપવાની અરજીમાં માંગ કરવામાં આવી છે.
ન્યાયાયિક તપાસની માગ કરતી PIL
મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડતા સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરતી એક જનહિતની અરજી જાણીતા વકીલ વિશાલ તિવારીએ કરી છે. અરજીમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે દેશભરમાં જેટલા પણ પુલ કે સ્મારક છે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે નિયમ બનાવવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ અરજી સ્વિકારી લીધી છે અને સુનાવણી માટે આગામી 14 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
त्रासदी का इवेंट
कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं।
PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है।
इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC
— Congress (@INCIndia) October 31, 2022
PM મોદીની મોરબી મુલાકાતને લઈ કોંગ્રેસના પ્રહાર
त्रासदी का इवेंट
कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं।
PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है।
इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC
કોંગ્રેસના પ્રવકત્તા પવન ખેડાએ સોમવારે રાત્રે એક વીડિયો ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા છે. વીડિયો ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને જોતા સોમવાર રાતથી જ મોરબીની સિવિલ હોસ્પિટલને સજાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી મંગળવારે મોરબી પહોંચ્યા છે ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે શું આ છે ગુજરાતનું ઢાંકપિછોડો મોડેલ?