મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલની જામીન અરજી નામંજુર થતા તેમને મોટો ઝટકો લાગ્યો છે. જયસુખ પટેલ છેલ્લા 27 દિવસથી જેલમાં બંધ છે, જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અંગે આજે કોર્ટ ફેંસલો સંભળાવ્યો છે. મોરબીની કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની જામીન અરજી પર ત્રણ દિવસ અગાઉ સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી.
Rajkot, Gujarat | Jaysukh Patel will stay in judicial custody until bail order. The suo moto petition in Gujarat High Court ordered compensation for injured person & affected families: Adv Haresh N Mehta on Jaysukh Patel’s bail rejected by district court in Morbi Bridge incident pic.twitter.com/MKLA83vbQ6
— ANI (@ANI) March 7, 2023
કોર્ટમાં શું કાર્યવાહી થઈ?
Rajkot, Gujarat | Jaysukh Patel will stay in judicial custody until bail order. The suo moto petition in Gujarat High Court ordered compensation for injured person & affected families: Adv Haresh N Mehta on Jaysukh Patel’s bail rejected by district court in Morbi Bridge incident pic.twitter.com/MKLA83vbQ6
— ANI (@ANI) March 7, 2023મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસમાં 1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું છે. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ આજે પુરા થતા હતા. જેથી ફરી એક વખત કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં હતા. આજે પોલીસ વધુ રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે.
કોર્ટમાં શું દલીલો થઈ?
જયસુખ પટેલની જામીન અરજી પર મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ગત 4 માર્ચે કોર્ટમાંસુનાવણી યોજાઈ હતી. જામીન મુદ્દે બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો રજૂ કરી હતી. જયસુખ પટેલના વકીલે હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દલીલ રજૂ કરી હતી કે, બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. જો કે સરકારી વકીલે સામે દલીલો રજૂ કરતા કહ્યું કે, જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. વળી તે એક મહિનાથી જેલમાં બંધ છે, છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. જે બાદ નામદાર મોરબી કોર્ટે જામીન અંગે ચુકાદો આપવાની તારીખ આગામી 7મી માર્ચ નિર્ધારીત કરી હતી.
હાઈકોર્ટે વળતરનો આદેશ કર્યો હતો
મોરબી બ્રીજ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ અને ઘાયલોને રૂ. 2-2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. તે સમયે હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી.
સમગ્ર મામલો શું છે?
મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે આ પુલ 5 દિવસમાં જ તૂટી પડ્યો હતો અને 135 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ બ્રિજનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું.