મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના 9 આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ 9 આરોપીઓમાંથી 5 આરોપીઓને જેલ હવાલે તો અન્ય 4 ને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે. 136 લોકોનો ભોગ લેનારા આ ઝુલતા બ્રિજના સમારકામ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા આ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા
ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રના પોલીસ રિમાન્ડ દ્વારા માંગવામાં આવ્યા હતાં. આ કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ ચાર આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે શનિવાર બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને કોર્ટે જેલ હવાલે કર્યા છે.
કોણ છે 9 આરોપીઓ?
ઓરેવા કંપનીના મેનેજર- દિનેશ દવે અને દિપક પારેખ
ટિકિટ ક્લાર્ક -મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકી
સિક્યુરિટી ગાર્ડ -અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ
બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર- દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર