થોડા સમય પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભાગવત મદરેસાની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાતને લઈ અનેક વિવાદો થયા હતા. રાજકીય પાર્ટી ઉપરાંત કથાકારો પણ તેમની મુલાકાત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈ કથાકાર મોરારી બાપુએ હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર કટાક્ષ કર્યો છે.
મદરેસાની મુલાકાત પર મોરારી બાપુએ ઉઠાવ્યા સવાલરામ કથા માટે જાણીતા મોરારી બાપુ પોતાની કથા દરમિયાન અનેક વખત ગઝલ ગાતા હોય છે. ગઝલમાં આવતા ઉર્દુ શબ્દને લઈ અનેક વખત વિખવાદ પણ છેડાયો છે. હિંદુત્વનું નામ લઈ તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે. વ્યાસ પીઠ પરથી ઉર્દુ શબ્દોનું ઉચ્ચારણ ન કરવું જોઈએ તેવું અનેક વખત કહેવામાં આવ્યું છે. ત્યારે હવે મોરારી બાપુએ નામ લીધા વગર આરએસએસ વડાની મદરેસા મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે.
પોતાની રામ કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી તેમણે કહ્યું કે તેમની કથા દરમિયાન ગવાતી ગઝલમાં ઉર્દુ શબ્દ આવે તો તેમના પર વાક પ્રહાર શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના પ્રમુખ મદરેસામાં જઈ ઈમામ સાથે વાતચીત કરે છે ત્યારે તેમને કોઈ કેમ નથી બોલતું કે કેમ કોઈ ટીકા નથી કરતું.