હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આ સાથે ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ થઈ શકે છે, સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
કચ્છમાંથી ચોમાસાની વિદાય
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાંથી આંશિકપણે ચોમાસાની વિદાય શરૂ થઈ છે. જોકે સંપૂર્ણ વિદાય થતાં હજુ સમય લાગશે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. કચ્છમાં 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.
સુરતના વાતાવરણમાં પલટો, ઝરમર વરસાદ શરૂ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. શહેરના અઠવા, પારલે પોઇન્ટ,પીપલોદ, ઉમરા,વેસુ VIP રોડ,પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત સુરતના કામરેજ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. સુરતમાં નવરાત્રીમાં વરસાદને લઈ ખેલૈયાઓ ચિંતિત બન્યા છે.
વડોદરામાં વરસાદી વિઘ્ન
સંસ્કારી નગરી વડોદરામાં નવલી નવરાત્રી દરમિયાન વરસાદી વિઘ્ન આવ્યું છે. વાઘોડિયા રોડ,આજવા રોડ, ડભોઇ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વડોદરામાં વરસાદ થતાં ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. શહેર અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.