ખેલૈયાઓ આનંદો! ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની હવામાન વિભાગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-06 20:44:37

રાજ્ય હવામાન વિભાગે આજે ચોમાસા અંગે મહત્વની જાહેરાત કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાએ અંતે વિદાય લીધી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી તથા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની અનુભૂતી થાય છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત નથી થઈ. આગામી 5 દિવસ આવું જ તાપમાન યથાવત રહેશે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે.  ચાલુ વર્ષે ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા. રાજ્યભરમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યા બાદ હવે ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે હાલ રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.  


મિશ્ર ઋતુનો થશે અનુભવ


રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે તેથી તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે.


ગરબા આયોજકોને હાશકારો 


હવામાન વિભાગની આ જાહેરાતથી નવરાત્રીમાં ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ તેમ જ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાશકારો અનુભવ્યો છે. ઘણી નવરાત્રીમાં પહેલા જ દિવસે એક જોરદાર વરસાદી ઝાપટું આવી જાય તો પણ આખો માહોલ બગડી જતો હોય છે. આયોજકો અને ખેલૈયાઓએ ઘણા પૈસા ખર્ચી તૈયારી કરી હોય છે આથી વરસાદને લીધે તેના પર પાણી ફરી વળે છે.


રોગચાળોની ભીતી વધી


રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુને લીધે બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોની હૉસ્પિટલોમાં મલેરિયા, ટાઈફોડ, ડેંગ્યું જેવા રોગના દરદીઓની કતારો લાગી છે. વળી સખત ગરમીને લીધે લોકો બહારના ઠંડાપીણા પીવે છે જેથી પાણીજન્ય રોગનું પ્રમાણ પણ વધ્યું છે. આથી લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?