આનંદો! કેરળમાં થયું ચોમાસાનું આગમન, ગુજરાતમાં મેઘસવારીની વિધિવત એન્ટ્રી અંગે હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-08 16:19:50

રાજ્ય અને દેશમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે. દેશમાં મેઘસવારીના પ્રવેશ દ્વાર મનાતા કેરળ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે, ત્યારે હવામાન વિભાગે  રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને અગત્યની માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 20થી 25 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થઇ શકે છે. મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.


ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએજણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાદ થઇ શકે છે. આવતી કાલે (શુક્રવાર)થી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદારા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી અને તે 40 કે તેનાથી નીચું રહેવાની શક્યતાઓ છે. વાવાઝોડું હવે વધારે તીવ્ર થઈ ગયું છે અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. 


બિપોરજોય વાવાઝોડુંની શું સ્થિતી છે?


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડું ભયાનક બની ચૂક્યું છે અને તે અરબી સમુદ્રના પૂર્વ-મધ્યમમાં છે. બિપરજોય (Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડું 930 કિલોમીટરના અંતર પર રહેલું છે. વાવાઝોડું મોટાભાગે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેવી સંભાવના છે. વાવાઝોડાનો પવન 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.  જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?