દેશના અનેક રાજ્યોમાં જામ્યું ચોમાસુ! ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક બિલ્ડીંગો ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-27 10:15:40

દેશમાં ચોમાસાના આગમનની સાથે જ તબાહીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકોના જીવ ગયા છે. ચોમાસુ લગભગ દેશના મુખ્યત્વે રાજ્યોમાં પહોંચી ગયું છે. ભારે વરસાદને કારણે તેમજ તેજ હવાને કારણે અનેક જગ્યાઓથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભૂસ્ખલન સિવાય ઘરો ધરાશાયી થઈ રહ્યા છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે દેશના અનેક રાજ્યોથી લોકોના મોતના સમાચાર તેમજ ભારે નુકસાની થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અનેક રાજ્યોમાંથી સામે આવ્યા નુકસાનીના દ્રશ્યો

ચોમાસાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. દેશના લગભગ દરેક રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસો દરમિયાન દેશના લગભગ 25 રાજ્યોમાં બારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે હજી સુધી વરસેલા વરસાદને કારણે અનેક રાજ્યોથી નુકસાનીના સમાચારો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભૂસ્ખલન થવાને કારણે અનેક રસ્તાઓ થયા બંધ  

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તે સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવેને ઘણું નુકસાન પહોંચ્યું છે. તે સિવાય બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે તેમજ ભૂસ્ખલન થવાને કારણે અંદાજીત 6 રાજ્યોમાં 22 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો  ઘાયલ થયા છે. તે સિવાય વીજળી પડવાને કારણે રાજસ્થાનમાં પણ લોકોના મોત થયા છે. 

આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ સુધી ઉત્તરાખંડ, ઝારખંડ. ગોવા, છત્તીસગઢ. આસામ, મેધાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક રાજ્યોમાં એટલો વધારે વરસાદ વરસ્યો છે કે પાણી ભરાઈ ગયા છે. ગરમીથી લોકોને છૂટકારો મળ્યો છે પરંતુ વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..