આ વખતે મેઘસવારીમાં થશે થોડો વિલંબ, 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-05-16 18:18:19

ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ (IMD)એ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસાનું આગમન મોડું થશે. આમ તો સામાન્ય રીતે દેશમાં 1 જૂન સુધી કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. પરંતું આ વખતે 4 જુન સુધી રાહ જોવી પડશે. ચોમાસાની મોડી એન્ટ્રીના કારણે દેશમાં સામાન્ય લોકો અને ખેતીવાડી પર અસર પડી શકે છે. 


96% વરસાદનું અનુમાન


હવામાન વિભાગ (IMD) એ તેની અગાઉની આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. આ વર્ષે સરેરાશ 96% વરસાદ થવાનું અનુમાન છે. હવામાન અહેવાલો જારી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના ફાઉન્ડર-ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું 1 જૂનને બદલે 7 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. સ્કાયમેટ અનુસાર, 18 મેના રોજ ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને વાવાઝોડું આવી શકે છે.


7 દિવસ સુધી પારો વધશે પરંતુ હીટવેવની આશા નથી


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેના પ્રથમ પખવાડિયામાં લૂની સ્થિતિ ઓછી ગંભીર હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોને અસર કરી હતી. આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું હોવાથી, આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની કોઈ આશા નથી. જો કે, આ સમય દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 


કેરળ બાદ અન્ય ભાગોમાં ચોમાસું સક્રિય થાય છે


ચોમાસાનો પ્રારંભ સમયસર થાય તેનું ભારત માટે વિશેષ મહત્વ છે. આમાં વિલંબ થવા પર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો પર આ કારણે વિશેષ અસર થાય છે અને તેમની વાવણી અને ખેતી પ્રભાવિત થાય છે. ચોમાસું કેરળથી શરૂ થાય છે અને દેશના બાકીના ભાગમાં સક્રિય થાય છે. આવી સ્થિતિમાં, જો કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય છે, તો દેશના બાકીના ભાગોમાં  શું સ્થિતિ સર્જાય તે સમજી શકાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?