રાજ્યમાં 205 તાલુકાઓમાં વરસાદ, 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ, હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-02 12:22:51

ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઓફ શોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના 19 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે.


205 તાલુકાઓમાં વરસાદ 
   

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ સાડા નવ ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા નવ ઈંચ, વલસાડાના કપરાડામાં સાડા આઠ ઈંચ, વલસાડાના પારડીમાં સાત ઈંચથી વધુ, વાપી અને વીસાવદરમાં 6.5 ઈંચ, ભેસાણ અને વલસાડમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 35 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 56 તાલુકાઓમાં 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 107 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ, જ્યારે 143 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.


 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ


રાજ્યમાં મુશળધાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરેલા છે. જ્યારે ગુજરાતના 207 ડેમમાં 44.38 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47.89 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.08 ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 51.73 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 14 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 45.73 ટકા જથ્થો છે. રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...