વિશ્વ આરોગ્ય સંસ્થાએ મન્કીપોક્સનું નામ બદલી મપોક્સ કરી દીધું છે. સંગઠનનું માનવું છે કે આ નામથી આપત્તિ જનક ભાષાનો ઉપયોગ થવાની શરૂઆત થઈ હતી. આ પોક્સને કારણે અનેક લોકોના જીવ જતા રહ્યા હતા. કોરોના મહામારી બાદ આ બિમારીએ કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે લોકોમાં નફરત ન ફેલાય તે માટે સંગઠનને આ બિમારીનું નામ બદલી નાખ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બદલ્યું નામ
અનેક દેશોમાં આને કારણે નફરતની અને ભેદભાવ પૂર્ણ વાતાવરણ ઉભું થવા લાગ્યું હતું. જેને કારણે અનેક દેશોએ આ અંગે સંગઠનને જાણ કરવામાં આવી અને આ નામને બદલવા માટે સૂઝાવ પણ આપ્યા હતા જે બાદ WHOએ મંકીપાોક્સનું નામ બદલી mPox કરી દીધું છે. મંકીપોક્સનો પહેલો કેસ મે મહિનામાં નોંધાયો હતો અને આ વાયરસ લગભગ સમગ્ર દુનિયામાં પ્રસરી ગયો છે. અંદાજીત વિશ્વના 80,000 જેટલા લોકો આની ચપેટમાં આવી ગયા છે.