કોઈ તમને પૂછે કે તમારો પ્રિય વાર કયો તો ચોક્કસપણે તમે રવિવારનું નામ આપશો. જો કે સૌથી અપ્રિય વાર અંગે સોમવાર જ સર્વસ્વીકૃત છે. વિકેન્ડની મજા માણતા લોકોને રવિવારે ફરીથી કામ પર જવું પડે છે એટલા માટે ઘણા લોકો સોમવારને નાપસંદ કરે છે. જો કે હવે વિશ્વ વિખ્યાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (GWR)એ પણ સોમવાર પ્રત્યે લોકોની ઉદાસીનતાનું સંજ્ઞાન લીધું છે.
we're officially giving monday the record of the worst day of the week
— Guinness World Records (@GWR) October 17, 2022
સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર
we're officially giving monday the record of the worst day of the week
— Guinness World Records (@GWR) October 17, 2022ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે સત્તાવાર રીતે સોમવારને સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. તેનો મતલબ એ કે તમે હવે સોમવારને તમારા ખરાબ મૂડ માટે ચોક્કસપણે દોષિત ઠરાવી શકો છો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું " અમે સત્તાવાર રીતે સપ્તાહના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ સોમવારના નામે કરીએ છીએ"
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ શું છે?
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રતિવર્ષ પ્રકાશિત થતો એક સંદર્ભ ગ્રંથ છે. આ પુસ્તકમાં વિશ્વના અનોખા કીર્તિમાનો (રેકોર્ડ)નો સંગ્રહ અને સંકલન કરવામાં આવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે અત્યાર સુધીમાં 143 મિલિયન (14.3 કરોડ)નકલો છાપી છે અને હવે તે વૈશ્વિક બ્રાન્ડ છે. લંડન, ન્યૂયોર્ક, બેઇજિંગ, ટોક્યો અને દુબઈમાં તેની ઓફિસો છે. તેની સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે.