છેલ્લા ઘણા સમયથી ઝોમેટોના અનેક કર્મચારીઓ કંપનીને છોડી રહ્યા છે. આ જ સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું પડ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ ઝોમેટોને અલવિદા કહી દીધું છે. કંપનીના કો-ફાઉન્ડર પદેથી રાજીનામું આપ્યા પાછળનું કારણ જણાવતા મોહિતે કહ્યું કે હું એક નવા એડવેન્ચરની શોધમાં ઝોમેટોમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેથી હું જીંદગીની મજા માણી શકું.
આ સપ્તાહમાં અનેક અધિકારીઓએ છોડી કંપની
ઝોમેટોએ ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની છે. ઝોમેટોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કંપનીના કો-ફાઉન્ડરે કંપનીને ગુડબાય કહી દીધું છે. આ જ સપ્તાહમાં ઝોમેટોના ન્યુ ઈનિશિયેટિવ હેડ રાહુલ ગંજૂએ રાજીનામું આપી દીધું હતું ઉપરાંત કંપનીના ઈન્ટરસિટિ લીજેન્ડસ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને આ જ સપ્તાહમાં મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. 2018માં મોહિત ગુપ્તાએ ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપનીને જોઈન કરી હતી. બાદમાં 2021માં તેઓ કંપનીના કો-ફાઉન્ડર બન્યા.