કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલની આ યાત્રા પર અનેક નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે RSSના વડા મોહન ભાગવત પર પ્રહાર કર્યા છે. થોડા દિવસો પહેલા મોહન ભાગવત દિલ્હી ખાતે સ્થિત એક મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં જઈ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ સાથે મુલાકાત કરી હતી. જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કટાક્ષ કર્યો હતો. પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજુ માત્ર 15 દિવસ થયા છે અને ભાજપમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે.
પવન ખેરાએ મોહન ભાગવત પર કર્યો કટાક્ષ
ટ્વિટ કરતા તેમણે કહ્યું કે પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજું 15 દિવસ થયા છે અને ભાજપના પ્રવક્તા ગોર્ડસે મુર્દાબાદ બોલવા લાગ્યા, મંત્રીઓ મીડિયાના કારણે ફેલાતી નફરત મામલે ચિંતિંત થવા લાગ્યા અને મોહન ભાગવત ઈમામ પાસે પહોંચી ગયા.આગળ આગળ જુઓ શું બને છે.
ભારત જોડો યાત્રામાં સામેલ થવા ભાગવતને અપાયું આમંત્રણ
પવન ખેરા ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, અમે લોકો મોહન ભાગવતને અનુરોધ કરીએ છીએ કે જ્યારે અમુક દિવસની યાત્રાની આટલી અસર પડી છે તો તેઓ એક કલાક માટે આ યાત્રામાં સામેલ થઈ જાય. અને રાહુલ ગાંધી સાથે ભારત માતાના નારા લગાવે.