વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો. ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું. ભારત જ્યારે મેચ હાર્યું ત્યારે ક્રિકેટ સ્ટેડિટમમાં હાજર પ્રેશકો તો રડી પડ્યા હતા પરંતુ ઓનલાઈન મેચ જોતા લોકો પણ રડી પડ્યા હતા. ભારત મેચ હાર્યું તે ક્ષણે દેશના અનેક લોકો એવા હતા જેમને દુખની લાગણી થઈ હતી. ભારતની હાર બાદ ડ્રેસિંગ રૂમમાં જ્યારે ભારતના ખેલાડીઓ જઈ રહ્યા હતા ત્યારે તેમની આંખો પણ ભીની હતી. પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈ ખેલાડીઓને સાંત્વના પાઠવી હતી. આ બધા વચ્ચે મોહમ્મદ શામીની આ અંગેની પ્રતિક્રિયા સામે આવી છે.
ટીમની હાર બાદ પીએમ મોદી મળવા ગયા હતા ખેલાડીઓને
ભારત ભલે છેલ્લી અને ફાઈનલ મેચ હારી ગયું હોય પરંતુ આખા કાર્યક્રમ દરમિયાન ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ શામીની બોલિંગના વખાણ અનેક જગ્યાઓ પર થઈ રહ્યા હતા. તેમની બોલિંગના ફેન તો પીએમ મોદી પણ બન્યા હતા. મોહમ્મદ શામીને લઈ પીએમ મોદીએ એક ટ્વિટ કરી હતી. ભારતની ટીમ જ્યારે હારી તે બાદ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા, જુસ્સો વધારવા પીએમ મોદી ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા અને ખેલાડીઓ સાથે વાત કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પીએમ મોદી અંગે મોહમ્મદ શામીએ કહી આ વાત
ટીમના ખેલાડીઓને મળ્યા હતા ત્યારે આ મુલાકાતને લઈ મોહમ્મદ શામીએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા શામીએ કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સમયે અમે મેચ હારી ગયા હતા. આવી સ્થિતિમાં, જ્યારે વડા પ્રધાન તમને પ્રોત્સાહિત કરે છે, તે એક અલગ ક્ષણ છે. જ્યારે તમારું મનોબળ નીચું હોય છે, તો જો તમારા પીએમ તમારી સાથે હોય તો આત્મવિશ્વાસ વધે છે. તે ઉપરાંત શામીને જ્યારે વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેમણે વર્લ્ડ કપ પર પોતાનો પગ રાખ્યો હતો તે અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.
વર્લ્ડ કપ અંગેના વાયરલ ફોટા અંગે કહ્યું કે....
જે ફોટા અંગે વાત થઈ રહી છે તે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટનના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે આ અંગે શામીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે પણ આ ફોટો જોઈને મિશેલની આ તસવીર પર શમી ખુશ દેખાતો નહોતો. શમીએ 23 નવેમ્બરે મીડિયાને કહ્યું હતું કે તેને આ ફોટોથી દુઃખ થયું છે. તેમણે કહ્યું કે વિશ્વની તમામ ટીમો આ ટ્રોફી માટે લડે છે, જેને તમે ઉપાડવા માંગો છો. તે ટ્રોફી પર પગ મુકવાથી ખુશ નહોતો.