રોડ પર ઘાયલ થયેલા વ્યક્તિને Mohammed Shamiએ કરી મદદ, ફેન્સે કહ્યું એક જ દિલ છે... જુઓ Video


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 11:19:35

વર્લ્ડ કપની મેચ બાદ મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ કપ 2023 વખતે પોતાની શાનદાર બોલિંગને કારણે તેમની ચારેય તરફ વાહવાહી થઈ હતી. પીએમ મોદીએ પણ તેમને લઈ ટ્વિટ કરી હતી. વર્લ્ડ કપની મેચ ભલે ખતમ થઈ ગઈ પરંતુ મોહમ્મદ શમીની ચર્ચા શાંત લેવાનું નામ નથી લઈ રહી.  તેમની ચર્ચાઓ વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને મદદ કરી રહ્યા છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ તેમના ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

મોહમ્મદ શમીએ કરી ઈજાગ્રસ્તની મદદ

જે વીડિયો સામે આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપની મેચ પત્યા બાદ મોહમ્મદ શમી નૈનિતાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની સામે જ બીજી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. આ ઘટના બન્યા બાદ મોહમ્મદ શમી પોતાની ગાડીમાંથી ઉતર્યા અને ઘાયલોની મદદ કરવા માટે પહોંચી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે મોહમ્મદ શમીએ લખ્યું કે 'તે (ઘાયલ માણસ) ખૂબ નસીબદાર હતો. ભગવાને તેને બીજું જીવન આપ્યું. તેમની કાર મારી નજર સામે નૈનીતાલ પાસે પહાડી માર્ગ પરથી નીચે પડી હતી. અમે તેમને સલામત રીતે બહાર કાઢ્યા. શમીએ આની સાથે લખ્યું કે કોઈની જિંદગી બચાવીને તે ઘણા ખુશ છે. 



વીડિયો વાયરલ થતા ફેન્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા 

આ વીડિયો સામે આવતા મોહમ્મદ શમીના લોકો વખાણ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. કમેન્ટમાં તેમના ચાહકોએ લખ્યું કે "પીચ પર ભારતીય ટીમને બચાવી અને અહીં એક સામાન્ય નાગરિકને બચાવ્યો."  તો કોઈએ લખ્યું કે “શમી પિચ પર બોલિંગમાં જેટલો ખતરનાક છે, તે પિચની બહાર પણ તેટલો જ દયાળુ છે. શમી તને સલામ." તો કોઈ ફેને લખ્યું કે એક જ દિલ છે કેટલી વાર જીતશો શમી ભાઈ." તો કોઈએ લખ્યું "એકલા શમી ભાઈ શું શું સંભાળે". મહત્વનું છે કે વર્લ્ડ કપ દરમિયાન શમી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?