ભારતીય ટીમને મોટો ઝટકો, મોહમ્મદ શમી કોરોના પોઝિટીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 10:36:35

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની સીરીઝ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મોહમ્મદ શમી કોરોના પોઝિટીવ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 


મોહમ્મદ શમીને કોરોનાના હળવા લક્ષણો 


મોહમ્મદ શમી લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી કરવાનો હતો. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ હતો. હવે તેનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.BCCIના એક સુત્રએ જણાવ્યું છે કે મોહમ્મદ શમી કોવિડ-19 પોઝિટીવ આવ્યો છે. પણ તેનાથી ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે તેને કોરોનાના લક્ષણો બહું હળવા છે. પરંતું તેમને આઈસોલેટ રહેવું પડશે અને ટેસ્ટમાં નેગેટીવ આવ્યા બાદ જ ટીમમાં ફરીથી સામેલ થઈ શકશે. આશા રાખવામાં આવી રહી છે કે શમી સાઉથ આફ્રિકા સામેની સીરીઝ પહેલા ફિટ થઈ જશે. તે સીરીઝ શરૂ થવામાં હવે 10 દિવસ રહ્યા છે. 


ભારતીય ટીમ અત્યાર સુધીમાં કુલ 179 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 114 મેચ જીતી છે. જ્યારે  57 મેચ હારી છે. આ સિવાય ત્રણ મેચ ટાઈ થઇ હતી તો પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 158 T20I રમી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 82 મેચ જીતી હતી અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?