ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે 'એક હજાર વખત જય શ્રી રામ અને અલ્લાહ હૂ અકબર બોલવામાં કાંઈ ખોટું નથી. કેમ કે તેનાથી કોઈ ફરક નથી પડતો'. મોહમ્મદ શમીએ ન્યૂઝ 18 સાથેની ચર્ચામાં આ વાત કહીં હતી. તેમણે કહ્યું 'દરેક ધર્મમાં તમને 5થી 10 એવા લોકો મળી જશે જે અન્ય ધર્મના લોકોને પસંદ નથી કરતા. મને તેનાથી કોઈ મુશ્કેલી નથી'. 33 વર્ષીય મોહમ્મદ શમી હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ઘાયલ હોવાના કારણે તે નવેમ્બર 2023માં વન ડે ટૂર્નામેન્ટ ખતમ થાય તે પહેલા બહાર થઈ ગયા છે.
Mohammed Shami ❤️????????pic.twitter.com/tLhfDE3Sd6
— RVCJ Media (@RVCJ_FB) February 9, 2024
1000 વખત બોલો જય શ્રી રામ
Mohammed Shami ❤️????????pic.twitter.com/tLhfDE3Sd6
— RVCJ Media (@RVCJ_FB) February 9, 2024'જો રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?' મોહમ્મદ શમીએ કહ્યું, 'જ્યારે સઝદા કરવાની વાત આવી... રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે.1000 વખત બોલો જય શ્રી રામ. જો મારે અલ્લાહ હુ અકબર કહેવું હોય તો હું 1000 વાર કહીશ... તેનાથી શું ફરક પડે છે?' અગાઉ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તે શા માટે તેના બંને ઘૂંટણથી જમીન પર બેઠો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સજદા કરવાનો પ્રયાસ બતાવ્યો હતો.