થોડા સમય બાદ, BCCI IPL 2024ના બહુપ્રતિક્ષિત શેડ્યૂલ જાહેર થવાનું છે. આઈપીએલને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે આઈપીએલ મેચની મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત ટાઈટન્સને મેચ પહેલા મોટો ફટકો પડ્યો છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે એવી માહિતી સામે આવી છે કે મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે કારણ કે તેમને ઈન્ઝરી થઈ છે. આ અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ બીસીસીઆઈના સૂત્રો પાસેથી આ માહિતી ન્યુઝ એજન્સીને મળી છે.
આઈપીએલમાં નહીં રમે મોહમ્મદ શમી!
સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી છે એ સાચી હશે તો ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડી શકે છે. વર્ષ 2022થી ગુજરાત ટાઈટન્સ માટે મહોમ્મદ શમી રહ્યા હતા. બંને સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ફાઈનલ સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. ગુજરાત ટાઈટન્સ ટીમની કમાન કેપ્ટન હાર્દિક પંડ્યા સંભાળતા હતા પરંતુ તે પણ મુંબઈ ઈન્ડિયન્સમાં જતા રહ્યા હતા. હાર્દિક પંડ્યા બાદ ટીમના કેપ્ટન શુભમન ગિલને બનાવામા આવ્યા. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે શમીને ડાબા પગમાં થયેલી ઘૂંટીની સારવાર થવાની છે. સર્જરી માટે તેમને યુકે જવું પડશે જેને કારણે તે આઈપીએલમાં રમી નહીં શકે. આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે.
મોહમ્મદ શમી સિવાય આ છે અનુભવી બોલર ટીમ પાસે
2022માં મોહમ્મદ શમીએ 16 મેંચોમાં 20 વિકેટ લીધી હતી અને સૌથી વધારે વિકેટ લેનાર છઠ્ઠા બોલર બન્યા હતા. જો ન્યુઝ એજન્સીને મળેલી માહિતી સાચી સાબિત થાય છે તો ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડી શકે છે. 2023માં મોહમ્મદ શમીએ 17 મેચોમાં 28 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી સિવાયના બોલરની વાત કરીએ તો મોહિત શર્મા અને ઉમેશ યાદવ બોલર છે. તે સિવાય દર્શન નાલકંડે. સુશાંત મિશ્રા તેમજ કાર્તિક ત્યાગી નવા બોલર છે.