દુનિયાના નેતાઓમાં નરેન્દ્ર મોદીની ગણતરી સૌથી લોકપ્રિય નેતાઓમાં થાય છે. બીજા દેશના નેતાઓ સાથે અવારનવાર મુલાકાત કરતા હોય છે. ત્યારે થોડા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલાં ન્યુજર્સીના એક રેસ્ટોરન્ટમાં મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરવામાં આવી છે. તે થાળીમાં ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે જેમ કે ખીચડી, ઢોકળા, સરસોનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી સહિત અનેક વાનગીઓનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીના નામ પર ભોજનની થાળી બહાર પડાશે!
પીએમ મોદીના ફેન્સ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ છે. પીએમ મોદીની લોકચાહના વધારે છે. ત્યારે થોડા સમય બાદ અમેરિકાની મુલાકાત પીએમ મોદી લેવાના છે. તે પહેલા ન્યુજર્સીમાં એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર એક સ્પેશિયલ થાળી લોન્ચ કરી છે જેમાં ભારતીય વાનગીઓનો અને ખાસ કરી ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. મોદીજીના નામ પર જે થાળી લોન્ચ કરવામાં આવી છે તેમાં ખીચડી, રસગુલ્લા, સરસોંનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી, ઢોકળા, છાશ અને પાપડનો સમાવેશ છે.
વિદેશમંત્રીના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરાશે!
આ પહેલી વખત નથી જ્યારે પીએમ મોદીના નામ પર થાળી બહાર પાડવામાં આવી હોય. આની પહેલા પણ આવી ઘટના બની છે. પીએમ મોદીના જન્મદિવસ પહેલા દિલ્હીના એક રેસ્ટોરન્ટે 56 ઈંચની નરેન્દ્ર મોદી થાળી લોન્ચ કરી હતી. જે રેસ્ટોરન્ટે આ થાળી લોન્ચ કરી છે તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં વિદેશ મંત્રી એસ જયશંકરના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરવામાં આવશે.