ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો ગઈકાલ રાત્રે સુરક્ષિત રીતે બહાર આવી ગયા. 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે છેલ્લા અનેક દિવસોથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ પદ્ધતિથી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મશીનોનો ઉપયોગ તેમજ મેન્યુઅલી શ્રમિકોની મદદથી ઓપરેશન જીંદગી સફળતા પૂર્વક પાર પડ્યું. શ્રમિકો બહાર આવ્યા તેની ખુશી સૌથી વધારે તેમના પરિવારજનોને થઈ હશે. આપણામાંથી અનેક લોકો તેમને ભલે સામાન્ય માણસ, શ્રમિક માનતા હોઈશું પરંતુ તેમના પરિવાર માટે તે સર્વસ્ય હશે. તેમના માતા પિતા માટે તે જીગરના ટુકાડા હશે.
રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેન્ડ થયું..
સોશિયલ મીડિયા X પર ઉત્તરકાશી ટનલ ઓપરેશન તો ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ રેસ્ક્યુના વીડિયો સાથે #ModiHaiToMumkinHain પણ ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે પણ આ # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. હજારોની સંખ્યામાં લોકોએ આ #સાથે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે! ઉત્તરકાશી ઉપરાંત બીજા પણ અનેક મુદ્દાને લઈ આ # સાથે ટ્વિટ કરવામાં આવ્યું છે પરંતુ મુખ્યત્વે ઉત્તરકાશી રેસ્ક્યુને લઈ ટ્વિટ કરવામાં આવ્યા છે. અહીંયા તો બહુ ઓછી ટ્વિટ દર્શાવવામાં આવી છે પરંતુ હજારો ટ્વિટ આ # સાથે કરવામાં આવી છે અને કરાઈ રહી છે. ત્યારે તમે આ વિશે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવો.