મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા પર સ્ટેની માગ કરનારી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં આજે ખુબ જ મહત્વની સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુનાવણી શરૂ થવા પહેલા જસ્ટીસ હેમંત એમ પ્રાચ્છક કે કહ્યું કે આ મામલે હું ઝડપથી સુનાવણી પુરી કરવા માંગુ છું. જો આજે સુનાવણી પુરી નથી થતી તો હું કાલે સુનાવણી કરીશ અને ત્યાર બાદ જ્યારે કોર્ટ ફરીથી ખુલશે ત્યારે ચુકાદો સંભળાવીશ. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નિરૂપમ નાણાવટી તેમની દલીલો રજુ કરી રહ્યા છે. આજે કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવી હાજર રહ્યા નથી.
બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ પ્રાચ્છક રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી રહ્યા છે.કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર છે. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર છે.
કેટલી મહત્વની છે આજની સુનાવણી?
ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થયેલી સુનાવણી રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વની છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.