કોંગ્રસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં પટણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પટણા MP-MAL કોર્ટે તેમને મોદી સરનેમ કેસમાં 25 એપ્રીલ એટલે કે મંગળવાર સુધી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે રાહુલ ગાંધી દ્વારા પટણા હાઈકોર્ટમાં તે અંગે અપીલ કરવામાં આવી હતી. પટણા હાઈકોર્ટે MP-MAL કોર્ટના આદેશ પર 15 મે સુધી સ્ટે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના નેતા સુશીલ મોદીએ રાહુલ ગાધી સામે કેસ કર્યો છે.
15 મે સુધી મળી રાહત
રાહુલ ગાંધીની અરજીની સુનાવણી હાથ ધરતા પટણા હાઈકોર્ટે નીચલી અદાલતમાં કાલે 25 એપ્રીલે હાજર રહેવાથી રાહત આપી છે. હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમ પર સ્ટે લગાવતા આ મામલે આગામી સુનાવણી 16 મે નક્કી કરી છે.
We had filed a quashing petition. When a matter is already under trial in Surat court then there cannot be another trial in a different court in the same matter, this is illegal. The next hearing is on May 15 & all lower court proceedings have been stayed till then. The court… pic.twitter.com/gRJwDrDc1c
— ANI (@ANI) April 24, 2023
સુશીલ મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો
We had filed a quashing petition. When a matter is already under trial in Surat court then there cannot be another trial in a different court in the same matter, this is illegal. The next hearing is on May 15 & all lower court proceedings have been stayed till then. The court… pic.twitter.com/gRJwDrDc1c
— ANI (@ANI) April 24, 2023અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો "મોદી સરનેમ" પર કરવામાં આવેલી ટિપ્પણી સાથે પણ સંબંધિત છે. બીજેપી સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2019 માં કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "બધા મોદી ચોર છે". મારી અટક પણ મોદી જ છે. આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોને ખૂબ જ દુઃખ થયું છે. આથી તેણે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ રાહુલ ગાંધી આ મામલામાં જામીન પર છે.