દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે. ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપસ્થ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા સીએમ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એલજી વિનયકુમાર સક્સેના પણ હાજર હતા. ઉદ્ધાટન કોણ કરશે તેને લઈને પણ વિવાદ છેડાયો હતો. દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે સીએમ ઉદ્ધાટન કરશે જ્યારે રાજભવનના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદ્ધાટન માટે રાજ્યપાલનો સમય માગવામાં આવ્યો છે. એલજી કેમ્પસનું ઉદ્ધાટન કરશે. ત્યારે ઉદ્ધાટન બંને નેતાઓએ સાથે કર્યું હતું.
કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા!
ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના ઉદ્ધાટન કરવા સીએમ અરવિંદ કેજરીવાલ અને એલજી બંને પહોંચ્યા હતા. બંને વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે કેમ્પસનું ઉદ્ધાટન કોણ કરશે તે અસમંજસ હતું કારણ કે બંને ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. બંને જણાએ સાથે ઉદ્ધાટન કર્યું હતું. પરંતુકાર્યક્રમમાં હંગામો થઈ ગયો હતો. અરવિંદ કેજરીવાલને સામે મોદી મોદીના નારા લાગ્યા હતા. કેજરીવાલ શિક્ષણના ક્ષેત્રમાં પોતાના સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા હતા તે દરમિયાન લોકોએ હો હો ના નારા લગાવ્યા હતા. હાથ જોડીને કેજરીવાલે કહ્યું કે કઈ વાંધો નહીં, પછી કહી દેજો.. પરંતુ જે લોકો નારા લગાવતા હતા તે શાંત ન થયા. જે બાદ કેજરીવાલ શાંત થઈ ગયા.
મોદીના નારા પર કેજરીવાલે આપી પ્રતિક્રિયા!
મોદી મોદીના નારા સામે કેજરીવાલના સમર્થકોએ કેજરીવાલ કેજરીવાલના નારા લગાવ્યા હતા. શાંત થયા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નારાથી શિક્ષણ વ્યવસ્થા સારી થઈ શક્ત તો ઘણું બધું 70 વર્ષમાં... મારૂં તમને લોકોને હાથ જોડીને નિવદેન છે. આ પાર્ટીવાળાઓ અને તે પાર્ટીવાળાઓને પણ. મારી 5 મિનિટ વાત સાંભળી લો. ન ગમે તો પછી નારા લગાવજો.
અનેક વખત ભાષણ દરમિયાન કેજરીવાલને થવું પડ્યું શાંત!
તે બાદ ફરી એક વખત સીએમ કેજરીવાલને શાંત થવું પડ્યું હતું. કારણ કે ત્યાં ઉપસ્થિત લોકોએ બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. જેને લઈ કેજરીવાલ રોકાઈ ગયા અને અનેક મિનિટો બાદ તેમણે બોલવાનું શરૂ કર્યું. સીએમએ ફરી એક વખત બોલવા માટે સમય માગતા કહ્યું કે જો તમે મંજૂરી આપો તો હું પાંચ મિનિટ બોલી લઉ. મારી વાત સારી ન લાગે તો મારી વાત છોડી દેજો.