ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરત શહેરને મોદી સરકારે આજે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ વ્યૂહાત્મક પગલાનો હેતું સુરતની અભૂતપૂર્વ આર્થિક ક્ષમતાને બહાર લાવવાનો છે. મોદી સરકારના આ નિર્ણયથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં એક મહત્વનું હબ બનશે અને રાજ્યમાં સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરતને શું લાભ થશે?
કેન્દ્ર સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી આર્થિક વિકાસને વેગ મળશે, વિદેશી રોકાણ આકર્ષવામાં અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સુવિધા તો મળશે જ પરંતુ હીરા અને કાપડ જેવા ઉદ્યોગો માટે નિકાસ-આયાતનું કામ પણ સરળ બનશે. જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનના નકશા પર આવી જશે અને તેનાથી સમગ્ર ક્ષેત્રમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થશે. સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધ્યો છે.
Union Cabinet approves declaration of Surat Airport as an International Airport pic.twitter.com/nGT9zrjQRt
— ANI (@ANI) December 15, 2023
PM મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન
Union Cabinet approves declaration of Surat Airport as an International Airport pic.twitter.com/nGT9zrjQRt
— ANI (@ANI) December 15, 2023PM નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવતા ઉદ્યોગકારોને લાભ મળશે.