કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠન 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા' (SIMI) પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આ માહિતી આપતા તેમણે કહ્યું કે, "આતંકવાદને ક્યારેય બર્દાસ્ત નહીં કરવાના PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને મજબૂત બનાવતા, સિમીને UAPA હેઠળ 5 વર્ષ માટે 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે."
‘Students Islamic Movement of India (SIMI)’ declared as an 'Unlawful Association' for a further period of five years under the UAPA: Home Minister's Office pic.twitter.com/LqIYemvM6F
— ANI (@ANI) January 29, 2024
SIMI પર પ્રતિબંધ શા માટે લંબાવાયો?
‘Students Islamic Movement of India (SIMI)’ declared as an 'Unlawful Association' for a further period of five years under the UAPA: Home Minister's Office pic.twitter.com/LqIYemvM6F
— ANI (@ANI) January 29, 2024SIMI ભારતના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ થવા બદલ સરકારે સોમવારે આતંકવાદી જૂથ સિમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.
2001માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
વર્ષ 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સિમી પર પહેલીવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર પાંચ વર્ષે લંબાવવામાં આવે છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019ના રોજ લાદવામાં આવ્યો હતો.