રોકડની રામાયણ, બે હજારની નોટ સિસ્ટમમાંથી ગુમ, સરકારે શા માટે છાપણી બંધ કરી?


  • Published By :
  • Published Date : 2022-12-14 13:37:57

ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશિલ કુમાર મોદીએ રાજ્યસભામાં બે હજારની નોટ મુદ્દે સવાલો કરીને ભારે ચર્ચા જગાવી છે. સુશિલ કુમાર મોદીએ પાર્ટી લાઈનથી આગળ વધીને બે હજારની નોટ બંધ કરવાની માગ કરી છે. તેમના મતે આ નોટના  કારણે મની લોન્ડરીંગ અને ટેરર ફંડિગનો વધ્યું છે. મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગૂ કરી ત્યાર બાદ 500 અને 1000 હજારની નોટ બંધ કરી હતી. જો કે વધુ મૂલ્યની બે હજારની નોટ બહાર પાડી ત્યારે પણ આ બે હજારની નોટ શા માટે ચલણમાં મુકી તે અંગે નિષ્ણાતોએ સવાલો કર્યા હતા.


બે હજારની નોટનો વિરોધ કેમ?


દેશમાં મોટી રકમની ચલણી નોટના કારણે કાળુ નાણું સંગ્રહ કરવાની સંભાવના વધી જાય છે. આ કારણે જ મોદી સરકારે નોટબંધી વખતે રૂ એક હજારની નોટ બંધ કરી હતી. જો કે હવે આ પ્રકારની આશંકા 2000 રૂપિયાની નોટને લઈને પણ વ્યક્ત કરવામાં આવી છે. ઈન્કમટેક્સ, સીબીઆઈ અને ઈડીના દરોડામાં દેશમાં જેટલી પણ મોટી રકમ પકડાઈ છે તેમાં 2000ની નોટનું પ્રમાણ સૌથી વધુ હતું. રેડ દરમિયાન કોથળાભરીને  2000ની નોટો મળી આવતા આ નોટ બંધ કરવાની માગ કેન્દ્રિય એજન્સીઓએ પણ કરી હતી. તે ઉપરાંત દેશમાં બે હજારની નોટનો ઉપયોગ આતંકવાદ, ભ્રષ્ટાચાર, ડ્રગ્સના વેપારમાં થઈ રહ્યો છે. સુશિલ મોદીએ વિકસિત દેશોના અર્થતંત્રના પણ ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું કે, અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવા દેશો પાસે 100થી મોટું કોઈ ચલણ નથી.


RBIએ  2000 રૂપિયાની નોટની છાપણી ઘટાડી 


દેશના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે મે 2018માં રૂપિયા બે હજારની નોટને લઈ મનીલામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂપિયા બે હજારની નોટને લેવડદેવડ માટે સુવિધાકારક નથી મનાતી તેથી રૂપિયા બે હજારનાં મૂલ્યની ચલણી નોટનું છાપકામ હાલ અટકાવી દેવાયું છે. દેશમાં અનેક સ્થળોએ રોકડની અછત વર્તાઈ રહી છે, ત્યારે વધારાની માગ પૂરી કરવા માટે દરરોજ રૂપિયા ત્રણ હજાર કરોડના મૂલ્યની 500 રૂપિયાની નોટ છાપવામાં આવી રહી છે. એક RTIનો જવાબ આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2016-2017માં 2 હજારની સાડા ત્રણ અબજ નંગ નોટ છાપવામાં આવી હતી. જેની સરખામણીએ 2017-18માં માત્ર 11 કરોડ 15 લાખ નંગ નોટ છાપી. નાણાકીય વર્ષ 2018-19માં તો આ આંકડો એકદમ નીચે જતો રહ્યો અને 2000 રૂપિયાની ફક્ત 4 કરોડ 66 લાખ 90 હજાર નોટ છાપવામાં આવી હતી. સૌથી નોંધવા જેવી વાત માર્ચ 2019 પછી જોવા મળી. નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2000 રૂપિયાની એકપણ નવી નોટ છાપવામાં આવી નથી. બે હજારની નોટની સંખ્યા માગ કરતાં વધુ હોવાથી તેને જારી કરવામાં આવી નથી.


1000ની નોટ બંધ તો 2000ની નોટ ચલણમાં કેમ?


1000ની નોટ બંધ થઈ તો પછી 2000ની નોટ ચલણમાં શા માટે? આવો જ સવાલ નાણા મંત્રાલયના અધિકારી  સુભાષચંદ્ર ગર્ગને જાન્યુઆરી 2019માં પુછવામાં આવ્યો હતો ત્યારે તેમણે તેનું કારણ આપતા જણાવ્યું હતું કે 2000ની રી-મોનેટાઇજેશન માટે લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી દ્વારા નોટબંધીની જાહેરાત બાદ રિ-મોનેટાઇઝેશન માટે જ રૂ.2000ની નોટ RBI તરફથી લાવવામાં આવી હતી. જો કે જ્યારે 2000ની નોટ છાપવામાં આવતી હતી ત્યારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીમે ધીમે તેની પ્રિન્ટ બંધ કરવામાં આવશે કારણકે સિસ્ટમમાં રી-મોનીટાઇઝેશન એટલે કે બીજી વાર સિસ્ટમમાં પૂરતા નાણા અને બજારમાં રોકડ રકમની લિક્વિડિટી જળવાઈ રહે તે માટે શરૂ કરવામાં આવી હતી. હવે નોટબંધીના આટલા વર્ષો બાદ RBI તરફથી છાપણી બંધ કરવામાં આવી છે. એટલા માટે જ  ATMમાં 2 હજારની નોટ નથી મળતી.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.