મોદી સરકારે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે સેશન, લાવી શકે છે 'એક દેશ-એક ચૂંટણી' બિલ


  • Published By :
  • Published Date : 2023-08-31 19:09:27

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સત્ર દરમિયાન સંસદની પાંચ બેઠકો યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી શકે છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગુરુવારે આ માહિતી આપી. સંસદીય બાબતોના મંત્રી જોશીએ સોશિયલ મીડિયા સાઇટ 'X' પર પોતાની પોસ્ટમાં કહ્યું, "સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે."


લો કમિશને રાજકીય પાર્ટીઓ પાસે માગ્યો હતો જવાબ


દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે રાજકીય પક્ષોને આ અંગે છ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે. 22મા કાયદા પંચે રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના મંતવ્યો માંગતી જાહેર નોટિસ બહાર પાડી હતી. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એકસાથે ચૂંટણી યોજવાથી કોઈ પણ રીતે લોકશાહી, બંધારણના મૂળભૂત માળખાનું કે દેશના સંઘીય માળખાનું ઉલ્લંઘન થાય છે? કમિશને એમ પણ પૂછ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા અથવા ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની નિમણૂક ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર દ્વારા કરી શકાય છે?


સત્ર બોલાવવાનો સરકારનો અધિકાર


દેશના બંધારણના અનુચ્છેદ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિકરૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને સત્રમાં બોલાવવામાં આવે છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.