મોદી સરકાર - 3.0- કેબીનેટમાં ગુજરાતીઓનો દબદબો! કેબિનેટમાં C.R.Patilની એન્ટ્રી, રૂપાલા સહિત 2નાં પત્તાં કપાયા... આ કારણો જવાબદાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 13:16:53

ગુજરાતની લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ બધાના મનમાં એક જ સવાલ હતો કે ગુજરાતના કયા સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળશે? જેમાં કોને સ્થાન નહીં મળે, કોનું પત્તું કપાશે તેની પણ ખૂબ ચર્ચા હતી.. પરષોત્તમ રૂપાલાને મંત્રી પદ મળશે કે નહીં તેની પર સૌ કોઈની નજર રહેલી હતી અને આ વખતે તેમનું પત્તું કપાઈ ગયું છે મંત્રી પદમાંથી..      

 

આ મંત્રીઓના કપાયા પત્તા.. 

ગુજરાતમાંથી ચૂંટાયેલા 25 સાંસદોમાંથી 4 સાંસદોને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીનું સ્થાન મળ્યું છે. જોકે એનાથી વધારે ચર્ચા 2 મંત્રીઓનું પત્તું કપાવાની છે.. એક કૃષિ મંત્રી રહેલા પરષોત્તમ રૂપાલા અને બીજા સંચાર મંત્રી રહેલા દેવુંસિંહ ચૌહાણની. આ બંને મંત્રીઓના પત્તા આ વખતે મંત્રી મંડળમાંથી કપાયા છે. લોકસભામાં સારી લીડ સાથે જીત્યા બાદ પણ બંનેને મંત્રી તરીકે સ્થાન મળ્યું નથી જેના અમુક કારણો પણ છે.. 


અનેક પરિબળો રૂપાલાને નડ્યા

પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી એમને ખૂબ ભારે પડી છે. નિવેદન બાદના કકળાટને કારણે મોદીએ તેમને પ્રચાર સભામાં મંચ પર પણ સ્થાન નથી આપ્યું અને તે સારી લીડ સાથે જીત્યા છતાં તેમને મંત્રી નથી બનાવાયા. સૌરાષ્ટ્રના મજબૂત નેતા તરીકે 2016થી જુલાઇ 2021 સુધી રાજ્યકક્ષના અને પછી કેબિનેટ મંત્રી તે રહી ચૂક્યા છે. દેવુસિંહ પણ જુલાઇ 2021થી મોદી કેબિનેટના મંત્રી હતા પણ તેમનું ભવિષ્ય સંગઠનમાં મજબૂત દેખાય છે તેમને આગળ જતાં મોટી જવાબદારી સંગઠન લેવલે મળી શકે છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે દર્શના જરદોશનું પણ પત્તું કપાયું છે.    


પૂનમબેન માડમના નામની ચર્ચા થતી હતી.  

જોકે આ બધાની વચ્ચે જામનગરથી 3 ટર્મમાં સાંસદ બનેલા પૂનમ માંડમને મંત્રી પદ મળી શકે છે. કેબિનેટમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ હતી પણ તેમના બદલે ભાવનગરના સાંસદ નિમુબેનને રાજ્યકક્ષાના મંત્રી બનવાની તક મળી છે. લાયકાત હોવા છતાં પૂનમબેનને  વિવાદ અને અંદરો અંદરનો વિવાદ નડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોનું જે કહેવું છે એ પ્રમાણે નિમુબેન બિનવિવાદિત અને સારી છબી ધરાવતો ચહેરો છે! 


ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની કરવી પડશે શોધખોળ!

અને આ વખતે કેન્દ્રમાં ગુજરાતનો દબદબો રહ્યો છે અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. મહત્વનું છે કે સી.આર.પાટીલ કેબિનેટ મંત્રી બની ગયા છે જેને કારણે નવા પ્રદેશ અધ્યક્ષની શોધખોળ ભારતીય જનતા પાર્ટીએ કરવી પડશે.. કોને  અધ્યક્ષ પદ મળે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..