Loksabha Electionની જાહેરાત બાદ લાગુ થઈ ગઈ આદર્શ આચાર સંહિતા, જાણો આ સમયગાળા દરમિયાન કઈ વાત પર મૂકાય છે પ્રતિબંધ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-16 17:26:55

રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પહેલા ચૂંટણીની તારીખોની રાહ જોવાતી હતી પરંતુ આજે ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. જ્યારથી ચૂંટણીની તારીખોનું એલાન થઈ જતું હોય છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થતી હોય છે. હવે સવાલ એ થાય કે આ આચાર સંહિતા શું હોય? આવો વિસ્તારથી વાત કરીએ આ વિશે....


ચૂંટણીની જાહેરાત બાદ લાગી જાય છે આદર્શ આચાર સંહિતા

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત દીધી છે રીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે આદર્શ આચારસંહિતા એ રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે નિર્ધારિત નિયમો છે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી હોય છે. આચાર સંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે. જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે. 


શું હોય છે આદર્શ આચાર સંહિતાનો ઉદ્દેશ? 

આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે દુરુપયોગ ન કરી શકે. તો આચારસંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે. 


ચૂંટણી પ્રચાર દરમિયાન આ વસ્તુઓનું રાખવાનું હોય છે ધ્યાન

સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે. સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય. સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાત સરકારી ખર્ચે આપી શકાતી નથી.કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં. 



જો આચારસંહિતાના નિયમો ભંગ થાય છે તો કરવામાં આવે છે કાર્યવાહી

અને જો કોઈ પણ પક્ષ આ કરે તો તેની સામે કાર્યવાહી થાય છે જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચાર સંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચાર સંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પ્રચાર થતો હોય તો તેમાં પણ આચારસંહિતા લાગુ થાય છે મીડિયા પર થતા પ્રચારનો ખર્ચ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબમાં જોડવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તેની જાણકારી આપવાની હોય છે ચૂંટણીપંચ પરવાનગી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?