દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો ખતરો વ્યાપી ઉઠ્યો છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર અગમચેતી વાપરી સતર્ક બન્યું છે. સાવચેતીના ભાગરૂપે આજે એટલે કે 27 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં એક મોક ડ્રિલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. અનેક દેશોમાં કોવિડ કેસમાં વધારો થતા ભારતની હોસ્પિટલોમાં આવશ્યક સામાન પહોંચાડી દેવામાં આવે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ભારત દ્વારા હમણાંથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આજે હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રિલ
દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોત પામી રહ્યા છે. ચીનમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જાપાન, અમેરિકા જેવા દેશોમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ વધે તે પહેલા ભારત સરકાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થવા માગે છે. ભારતમાં આવેલા કોરોનાની લહેરને જોતા હમણાંથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જરૂરીદવાઓ, સાધનો હોસ્પિટલને ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 27 ડિસેમ્બરે મોકડ્રિલનું આયોજન કર્યું છે.
પત્ર લખી અપાઈ જાણકારી
શનિવારે પત્ર લખી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકડ્રિલ અંગે જાણ કરવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આપાત કાલીન સ્થિતિને પહોંચી વળવા આવશ્યક સાર્વજનિક ઉપાયો કરવામાં આવે. કોરોનાને ધ્યાનમાં રાખી આ સુવિધાઓ પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.