એક સમય હતો જ્યારે બાળકોને ઘરમાં લાવવા મુશ્કેલ હતા. બહાર પોતાના મિત્રો સાથે બાળકો રમતા હતા. ઘરે જ્યારે બાળકોને બોલાવવામાં આવતા હતા ત્યારે નાખુશ થઈ બાળકો નાછુટકે ઘરે આવતા હતા. પરંતુ હવે જમાનો બદલાયો છે. જ્યારથી ટેક્નોલોજી વિક્સી છે ત્યારથી આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા છીએ. સુખ સાધનો વગર આપણને નથી ચાલતું. અને તેમાં પણ જો આપણાં હાથોમાંથી મોબાઈલ લઈલે તો કહેવું જ શું. મોબાઈલ આપણને સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ આપણે તેના આધીન થઈ ગયા છીએ. આજની પેઢી એવી છે જે મોબાઈલ વગર જો તેમને જમાડો તો તે જમશે પણ નહીં.
બાળકોના હાથમાંથી મોબાઈલ છોડાવો બન્યો મુશ્કેલ
આજે મોબાઈલ અંગેની વાતો એટલા માટે કરવી છે કારણ કે સુરતથી સામે આવેલો કિસ્સો કદાચ દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન સાબિત થઈ શકે છે. યુવાનોમાં તેમજ બાળકોમાં મોબાઈલનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. અને તેમાં પણ કોરોના બાદ બાળકોના હાથથમાંથી મોબાઈલ છોડાવવો મુશ્કેલ છે. નાની ઉંમરે માતા પિતા બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે, મોબાઈલ આપતા પહેલા કદાચ માતા પિતા વિચારતા પણ નહીં કો આ ઘટનાનો દુષ્ટ પરિણામ પણ આવી શકે છે.
પરિવારે મોબાઈલ ફોન ન આપ્યો તેને કારણે યુવાને લીધું આ પગલું!
સુરતમાં 19 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો કારણ કે તેણે નવો મોબાઈલ લેવાની જીદ કરી હતી. યુવાનની જીદ માતા પિતાએ ન સ્વીકારી હતી. જેને કારણે યુવાને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકાએક યુવાન બાળકના મોતના સમાચાર સાંભળી માતા પિતાના તળીયે નીચેથી જમીન સરકી ગઈ હતી. જે યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમારનો પુત્ર હતો.
થોડા દિવસો બાદ મૃતક યુવાનનો હતો જન્મદિવસ
આત્મહત્યા કરનાર યુવકનો 10 દિવસ બાદ જન્મદિવસ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પારસે જન્મદિવસની ગિફ્ટ માટે એક મોબાઈલ ફોનની માગણી કરી હતી. મોબાઈલ ફોન લેવાની જીદ પકડીને યુવાન બેઠો હતો. પરંતુ પિતાએ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મોબાઈલ ફોન લેવાની ના પાડી દીધી. મોબાઈલ ફોન લાવવાનો ઈન્કાર કરાતા યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 19 વર્ષીય બાળકે આત્મ હત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવાર એકદમ ગમગીન થઈ ગયો છે.