મોબાઈલ બન્યો પ્રાણઘાતક! ફોનમાં વ્યસ્ત આધેડ ચોથા માળથી પટકાયા, આધેડે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-03 15:40:23

મોબાઈલને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ વખત બેટરી બ્લાસ્ટ થવાને કારણે તો કોઈ વખત રસ્તામાં મોબાઈલ ફોન વાપરવાને કારણે. ત્યારે સુરતમાં એક આધેડેનું મોત પણ આને કારણે જ થયું છે. મોબાઈલ પર વાત કરતી વખતે આધેડ ચોથા માળથી પટકાઈ ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મળતી માહિતી અનુસાર રોજગાર માટે થોડા દિવસો પહેલા તેઓ ઉત્તરપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. પરિવારના સભ્યનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


ચોથા માળેથી પટકાતા થયું આધેડનું મોત! 

આજની જનરેશનના લોકો મોબાઈલમાં ખૂબ રચ્યા પચ્યા રહે છે. અનેક કલાકો મોબાઈલ ફોનમાં વેડફી નાખતા હોય છે. ત્યારે સુરતમાં આધેડનો જીવ મોબાઈલ ફોનને કારણે ગયો છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે આ ઘટના બની છે. નિર્માણધીન  બિલ્ડીગમાં મૃતક કામ કરતા હતા. ત્યારે ફોન પર વાત કરતા આધેડ ચોથા માળેથી નીચે પટકાયા અને તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે આધેડનું મોત થયું છે તેમનું નામ શિવપ્રસાદ રામપાલ છે. 


સંતાને પિતાની ગુમાવી છત્રછાયા

ઉધના ઉદ્યોગ નગરમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન ફોન પર વાત કરતા કરતા તેઓ ચોથા માળેથી નીચે પટકાઈ ગયા હતા. ચોથા માળેથી પટકાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. શિવપ્રસાદનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહે છે. તેમનું એક સંતાન છે. પિતાના મોતથી સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતદેહને વતન લઈ જવાની હાલ તૈયારી થઈ રહી છે.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.