West Bengalમાં બની મોબ લિંચિંગની ઘટના, ટોળાએ કર્યો સાધુ પર હુમલો, પોલીસે આ મામલામાં કરી આ કાર્યવાહી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-13 14:00:29

આપણે ત્યાં સાધુ સંતોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. સાધુને વંદનીય માનવામાં આવે છે ત્યારે પશ્ચિમ બંગાળથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ સાધુ સંતોને માર મારવામાં આવ્યો છે. ત્રણ સાધુઓ સહિત 6 લોકો પર ભીડે હુમલો કર્યો અપહરણની આશંકા સાથે. આ ઘટના પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં બનીમાં બની છે. ગંગાસાગર જઈ રહેલા સંતો પર હુમલો કરવામાં આવ્યો છે. મોબ લિન્ચિંગની જે ઘટના થોડા સમય પહેલા પાલઘરમાં બની હતી તેવી જ ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. આ સમાચાર મળતા જ પોલીસ ત્યાં આવી પહોંચી અને સાધુને ભીડથી અલગ કર્યા. આ મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અંદાજીત 12 જેટલા લોકો ઝડપી પાડ્યા છે.

ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને લોકોએ માર્યો હતો માર

થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં મોબ લિચિંગની ઘટના બની હતી. અંદાજીત 200 વ્યક્તિના ટોળાએ ત્રણ યુવકો પર ચોર સમજીને હુમલો કર્યો હતો, તેની પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટોળાએ યુવકો પર હુમલો કર્યો. આ ઘટનાને અનેક વર્ષો વીતિ ગયા છે પરંતુ આવી જ મોબ લિચિંગની ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે.  પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 


શું હતી સમગ્ર ઘટના? 

આ અંગેની મળતી માહિતી અનુસાર ત્રણ સાધુ તેમજ અન્ય બે ત્રણ લોકો ગાડીમાં ગંગાસાગર જઈ રહ્યા હતા. તે રસ્તો ભૂલી ગયા હતા. રસ્તા પર ઉભેલી છોકરીઓને તેમણે રસ્તા અંગે પૂછ્યું. છોકરીઓએ બૂમો પાડી અને આજુ બાજુના લોકો ત્યાં આવી ગયા. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને હુમલો કરી રહેલા લોકોએ સાધુના કપડા ફાડ્યા અને તેમને ઢોર માર મારવામાં આવ્યો. મોટી સંખ્યામાં હાજર લોકોએ તેમની પર હુમલો કર્યો. પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી અને સાધુને ટોળાથી છોડાવ્યા.          

ઘટનાને પગલે રાજકારણ ગરમાયું છે!

આ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે. બીજેપીએ આ ઘટનાને લઈ મમતા બેનર્જી સરકારને ઘેરી છે. અનુરાગ ઠાકુરે તેમજ અમિત માલવિયાએ આ અંગે નિવેદન આપ્યું છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’.તેમણે આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. તો અનુરાગ ઠાકુરે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. મમતા સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે શા માટે બંગાળમાં આવું વાતાવરણ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.  સાધુઓની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યા લઈ જઈ રહી છે? આવી આખરે આવી હિન્દુ વિરોધી વિચારસરણી શા માટે છે ?    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?