સિંગર સોનુ નિગમના બોર્ડીગાર્ડ અને ટીમ સાથે MLAના પુત્રએ કરી ઝપાઝપી, ઘટના બાદ નોંધાવી પોલીસ ફરિયાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-21 10:09:07

મુંબઈ ખાતે આયોજીત લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કામૂકી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે સોનુ નિગમના બોડિગાર્ડસ અને શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેલ્ફી લેવાની વાત પર આ બબાલ થઈ હતી. ઘટના બાદ સોનુ નિગમે પોલીસ સ્ટેશન પહોંચી આ ઘટનાને લઈ ફરિયાદ નોંધાવી છે.

 


ગાયકના બોડીગાર્ડ સાથે કર્યું ગેરવર્તન 

આ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા હતા. ત્યારે આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુ નિગમના મેનેજર સાથે ગેરવર્તન કર્યું. અને જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે પહેલા સિંગરના બોડીગાર્ડને ધક્કો માર્યો અને તે બાદ સિંગરને પણ ધક્કો માર્યો હતો. આ કથિત બબાલમાં રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા જેને કારણે તેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

       

ઘટનાને લઈ સોનુ નિગમે નોંધાવી પોલીસ ફરિયાદ 

આ ઘટના અંગે સોનુ નિગમે કહ્યું કે કોન્સર્ટ બાદ હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો તે વખતે એક વ્યક્તિએ મને પકડી લીધો. પછી તેણે હરિ અને રબ્બાનીને પણ ધક્કો માર્યો જે મને બચાવા આવ્યા હતા. હું પગથિયા પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે, જેથી જબરદસ્તી સેલ્ફી લેવાની અને ઝપાઝપી કરવાનું ના વિચારે. આ ઘટના બાદ સોનુ નિગમે ફરિયાદ પણ દાખલ કરાવી છે. ડીસીપીના અનુસાર આરોપીનું નામ સ્વપ્નિલ છે.   

આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ અંગે ડીસીપીએ જણાવ્યું કે મેં સોનુ નિગમ સાથે વાત કરી હજી સુધી અમને એવા પૂરાવા નથી મળ્યા કે જેનાથી સાબિત થઈ શકે કે ખરેખર આરોપી સેલ્ફી જ લેવા માગ્તો હતો કે કોઈ બીજા કારણ હતા. કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.    





વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..