નબળી કામગીરી કરવા બદલ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓનો ઉધડો લીધો! વીડિયો થયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 17:44:32

અનેક સમસ્યાઓ એવી હોય છે જે શહેરમાં રહેતા માણસને પણ નડતી હોય છે અને ગામડામાં રહેતા માણસોને નડતી હોય છે. રસ્તાનો શહેર અને ગામડાને જોડવાનું કામ કરે છે, રસ્તા બે રાજ્યોનો જોડવાનું કામ કરે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં નબળી કામગીરી થવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તો ખરાબ થઈ જતો હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય છે તેવી જાણકારી મળે છે. આ બધા વચ્ચે હળવદમાં રસ્તાની નબળી કામગીરીને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ખખડાવ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  


ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવતા સર્જાય છે દુર્ઘટના

ગુજરાત કેટલો વિકસીત છે તેના ઉદાહરણો દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતના અનેક અંતરિયાળ ગામો છે જ્યાં રસ્તો નથી. જો રસ્તો હોય છે તો તે  બિસસ્માર હાલતમાં હોય છે. પરંતુ ગતિશીલ ગણાતા ગુજરાતમાં પણ એવા અનેક રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં દેખાય છે. ઓછી, ખરાબ ગુણવત્તા વાળા સામાનથી નિર્માણ પામેલી ઈમારતો, રોડ, બ્રીજ બહુ વધારે નથી ટકી શક્તું તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. રસ્તો શરૂ થાય એના થોડા મહિનાઓ બાદ જ રસ્તા પર ડામર દેખાઈ આવે છે. ખાડા પડી જાય છે વગેરે વગેરે.. ઓછી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતા આવી સ્થિતિનું નિર્માણ થાય છે. વિકસીત ગુજરાતમાં અનેક એવા રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં દેખાય છે. 


ધારાસભ્યએ લીધી સરપ્રાઈઝ વીઝિટ! 

રાજ્યમાં અનેક સ્થળો પર નવા રસ્તા બનવાની કામગીરી, ફૂટપાથ બનાવવાની કામગીરી થઈ રહી છે. કામગીરી તો જોશમાં ચાલી રહી છે પરંતુ અનેક વખત નબળી કામગીરી થતી હોય તેવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે હળવદમાં નબળી કામગીરીને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ખખડાવ્યા છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદથી રણમલપુર વચ્ચે નવો રસ્તો બની રહ્યો હતો. સાઈટ પર ધારાસભ્યએ સરપ્રાઈઝ વીઝિટ લીધી અને તે દરમિયાન રોડની નબળી કામગીરી સામે આવતા જ પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ભૌમિક દેસાઈને ટેલિફોનિક વાત કરી હતી. અને નબળી કામગીરી નહીં ચલાવી લેવાય અને અમે મુલાસાક લેતા રહીશું તેવી વાત તેમણે કરી હતી. 


ધારાસભ્યોએ લેવી જોઈએ આવી ઓચિંતી મુલાકાત! 

મહત્વનું છે કે ના માત્ર આ જગ્યા પર પરંતુ અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક વખત નિર્માણાધીન બિલ્ડીંગ, બ્રિજ તૂટી પડે છે. નબળી કામગીરી જોતા, તેની જાણ થતા ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા તો અનેક ધારાસભ્યોએ નિર્માણાધીન સાઈટની મુલાકાત લેવી જોઈએ કે જેથી નબળી કામગીરી થતી અટકી જાય! 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...