ભાજપના MLA પી સી બરંડાના ઘરે લૂંટથી હાહાકાર, પત્નીને બંધક બનાવી લૂંટારૂ ટોળકી ઘરેણાની લૂંટ ચલાવી ફરાર


  • Published By :
  • Published Date : 2023-09-15 16:52:47

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, રાજ્યમાં ચોરી, લૂંટફાંટ દારૂની અને નશાકારક દ્રવ્યોની તસ્કરી વધી રહી છે. હવે તો  ચોર અને લૂંટારાઓ સામાન્ય માણસો તો ઠીક પણ  ધારાસભ્યના ઘરને પણ છોડતા નથી. રાજ્યમાં ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં ચોરીની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી હતી.ઘરમાંથી સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઈ ગયા હતા. જોકે, ધારાસભ્યની પત્નીને કોઇ ઇજા પહોંચી નથી.આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પી સી બરંડા તાબડતોબ ગાંધીનગરથી વતન વાકાટીંબા ગામ  પહોંચ્યા હતા. 


ધારાસભ્યના ઘરે લૂંટથી હડકંપ


ધારાસભ્ય પી સી બરંડાના ઘરે લૂંટ થઇ હોવાની જાણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો મોટો કાફલો બરંડાના નિવાસસ્થાને પહોંચ્યો હતો.હાલમાં વિધાનસભાનું સત્ર ચાલતુ હોવાથી ધારાસભ્ય બરંડા ગાંધીનગરમાં હતા. લૂંટના સમાચાર મળતા પી.સી.બરંડા પણ ગાંધીનગર વતન પહોંચ્યા છે.સામાન્ય નાગરિક તો ઠીક હવે આ લૂંટારૂં ગેંગથી ધારાસભ્યનું નિવાસસ્થાન પણ ન બચે તેવી સ્થિતિ સર્જાતા પોલીસમાં હડકંપ મચી ગયો છે. આ ચોરીના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે.ચોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.પૂર્વ SP અને ભાજપના ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાને હડકંપ મચાવી દીધો છે. કારણ કે,ધારાસભ્યનું ઘર પણ હવે સલામત નથી તેવા સવાલો ઉઠ્યા છે.હાલ લૂંટની ઘટનાનું પગેરુ મેળવવા અરવલ્લીની પોલીસ દોડતી થઈ છે.બે બુકાનીધારી લૂંટારુઓએ ધારાસભ્યની પત્નીને ધમકી આપી હતી. મોઢું અને હાથ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં લૂંટ ચલાવી હતી.'ઉદેપુર સે આયે હે'કહી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી.

  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?