વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોઈ MLA મહેશ કસવાલા અકળાયા, અધિકારીઓને આપ્યો ઠપકો


  • Published By :
  • Published Date : 2023-12-06 19:05:02

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભોથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામા આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ કરવામાં આવી છે.   લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સાવરકુંડલા લિલીયાના ધાારસભ્ય મહેશ કસવાલા પણ હાજર હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે લિલીયામા યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લોકોની ગેરહાજરીને લઈને  ધાારસભ્ય મહેશ કસવાલા અકળાઈ ઉઠ્યા હતા. ગુસ્સે થયેલા મહેશ કસવાલાએ ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાનો અધિકારીઓને ઠપકાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


લોકોની પાંખી હાજરી જોઈ અકળાયા


લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના સંબોધનની શરૂઆત બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સવાલ કર્યો કે આમાંથી કેટલા શિક્ષકો છે હાથ ઉંચો કરો, તે બાદ કેટલા આરોગ્ય કર્મચારી કેટલા આંગણવાડી કર્મચારી તેમ વારાફરતી હાથ ઉંચા કરવા જણાવ્યું અને છેલ્લા આમંત્રિતો કેટલા છે તેમને હાથ ઉંચો કરવાનું કહ્યું તો માંડ 8 થી 10 લોકો બતા, વાસ્તવમાં જેમને માટે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે તે લોકોની પાંખી હાજરી અને સંખ્યા બતાવવા માટે આંગણવાડી કર્મચારી અને સરકારી કર્મચારીઓને બેસાડવાની જે અધિકારીઓની નીતિથી મહેશ કસવાલા અકળાયા હતા.


અધિકારીઓને આપ્યો ઠપકો


ધારાસભ્યને જ્યારે ખબર પડી કે આ કાર્યક્રમમાં આમંત્રિત લોકોની સંખ્યા ખુબ ઓછી છે ત્યારે તેમણે કહ્યું કે, "આ આપણી કરૂણતા છે. પહેલો શબ્દ TDO સાહેબ નોંધી લો. સરકારી કર્મચારીઓના આધારે આ કાર્યક્રમ કરવાનો છે એવું સરકારના મનમાં છે જ નહી. આ મારો ઠપકો સમજો તો ઠપકો અને કરૂણતા સમજો તો કરૂણતા. જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને અહીંથી બંધ રાખજો. યાત્રાના રૂટમાં જે ગામડાં છે તે આખા ગામમાં ઢોલ વગાડીને લોકોને કહેવાય જાય અને પબ્લિકને ભેગી કરવાની હોય અને તેને લાભ આપવાના હોય તો જ આ યાત્રા કરવાની છે નહીતર હું રાજ્ય સરકારમાં જવાબ આપી દઈશ મારે લિલીયા તાલુકામાં જરૂર નથી. આ થૂંકના સાંધા આપણને ગમે તેવા છે જ નહી."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?